ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2026ની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 6 મે, 2026 ના રોજ સવારે જાહેર કરવામાં આવ્યું છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે.



 📅 પરિણામની વિગતો

 * તારીખ: 6 મે, 2026

 * સમય: સવારે 8:00 કલાકે (અંદાજિત)

 * રિઝલ્ટ વેબસાઇટ: https://result.gseb.org/


💻 ઓનલાઈન પરિણામ કેવી રીતે જોવું?

વિદ્યાર્થીઓ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને ખૂબ જ સરળતાથી પોતાનું પરિણામ જોઈ શકશે:

 1. સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ https://result.gseb.org/ પર જાઓ. અથવા નીચે આપેલ "આપનું રીઝલ્ટ" વાળા ફોટા પર ક્લિક કરો.

 2. તમારો 6 અંકનો સીટ નંબર (દા.ત. B123456) દાખલ કરો.

 3. 'Go' અથવા 'Submit' બટન પર ક્લિક કરો.

 4. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે, જેની તમે પ્રિન્ટઆઉટ અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો.





📱 WhatsApp દ્વારા પરિણામ મેળવો

જો વેબસાઇટ લોડ થવામાં સમય લાગે, તો તમે WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકો છો:

 તમારો સીટ નંબર  6357300971 નંબર પર WhatsApp કરો.


💡 મહત્વની સૂચનાઓ

 *માર્કશીટ: ઓનલાઈન પરિણામ માત્ર તાત્કાલિક જાણકારી માટે છે. ઓરિજિનલ માર્કશીટ તમારી શાળામાંથી થોડા દિવસો પછી આપવામાં આવશે.

 * ગુણ ચકાસણી: જો કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામ સંતોષ ન હોય, તો તેઓ બોર્ડની ગાઇડલાઇન મુજબ ગુણ ચકાસણી (Re-evaluation) માટે અરજી કરી શકશે.


#🎓 વિદ્યાર્થીઓ માટે સંદેશ

પરિણામ ગમે તે હોય, યાદ રાખજો કે આ એક માત્ર પરીક્ષા છે, જીવનનો અંત નથી. જેમને સફળતા મળી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને જેમને ધાર્યું પરિણામ નથી મળ્યું, તેમણે હિંમત હાર્યા વગર ફરી મહેનત કરવા તૈયાર રહેવું જોઈએ.

*તમારા સીટ નંબર સાથે તૈયાર રહો અને બધા વિદ્યાર્થીઓને 'All the Best'!

*આ પોસ્ટને તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરો જેથી તેઓ પણ સમયસર પરિણામ જોઈ શકે.